ગઝલ


આંખ આ ફરક્યા કરે છે આયનો જોયા પછી,
ને હ્રદય તડપ્યા કરે છે આયનો જોયા પછી.

શ્વેત રંગી કેશ સાથે કરચલી ચહેરા ઉપર,
ઉમ્ર પણ સરક્યા કરે છે આયનો જોયા પછી.

હાથ પગ હૈયું હવે સાબૂત રહેશે ક્યાં સુધી ?
જિંદગી ફફડ્યા કરે છે આયનો જોયા પછી.

ઝંખનાઓ પણ અધૂરી કેટલી દિલમાં હતી ?
ભીતરે સળગ્યા કરે છે આયનો જોયા પછી.

આયખું આખું નજરઅંદાજ જેને મેં કર્યા,
સ્નેહ ત્યાં વરસ્યા કરે છે આયનો જોયા પછી.

અનવર જુનેજા
વડગામ

1 thoughts on “ગઝલ

Leave a comment