અબરાર શેખના મુક્તકો


જલ્દી ન કરના મેરે જનાઝેકો સુપુર્દે ખાક કરનેકી
મેરે દોસ્તોકી આદત હૈ દેર સે આનેકી

*********************************

કોઇ યુહી તો દીલમે બસતા નહી “અબરાર”
જરુર તુમ ભી અકેલેમેં બૈઠ કે રોયે હોંગે

<><><><><><><><><><><><><><><><><>

સાથ હમસે છુડાને કે લીયે બહાને ક્યું કીયે
એક ઇશારાહી કાફી થા મુઝે મારનેકે લીયે

==================================
દીલસે દર્દકા રીસ્તા તો પુરાના હૈ
કભી છલકતા હી નહી યે વો પેમાના હૈ
**********************************

હે તુચ્છ માનવી, તારી શું વિસાત આ ધરતી પર
વનવાસતો રામે કર્યો, સમયને માન આપી
નક્કી અસ્ત થશે તારો સુર્ય પણ “અબરાર”
શરણું શોધી લે,સમયને માન આપી

Advertisements

બસ એક વાર…


બસ એક વાર
તમારી પાસે મારી કોઈ જ
માંગ નથી.
બસ,
મારે તમને એટલું જ કહેવું છે
… કે
જયારે તમે હિંસા તરફ વળો
એ પહેલા,
બસ એક વાર
ફૂલોના ચહેરા જોજો
કોઈ પંખીનું ગીત સાંભળજો
રમતા બાળકોમાં થોડું રમી લેજો
વૃક્ષોને વહાલ કરજો
મજુરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
છુટ્ટા હાથે થોડાક ચુંબન વેરજો
આકાશને બાથમાં લેજો
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
આખા વિશ્વને જોજો
ને છેલ્લે
આ ધરતીને સલામી ભરજો
બસ એક વાર
હિંસા તરફ વળો એ પહેલા…
-વર્ષા બારોટ
(નવનીત સમર્પણ ડીસેમ્બર ૨૦૧૧ ના
અંકમાં પ્રગટ થયેલ કૃતિ)

सवाल है


आज हींदुस्तानका अजीब सुरते हाल है
सफेद चोरोसे पुरा देश आज बदहाल है

गर उंगली उठाइ यहां कीसी चोरके खिलाफ
अन्ना जेसोका यहां पर जीना मुहाल है

होगा अब क्या इस वतनका ऍ दोस्तो
अंधेर नगरीमें ये सबसे बडा सवाल है

आज चारो तरफसे लुटेरे जुटे है लूटनेमें
हालात ये देखकर,अब आझादीको मलाल है

‘अबरार’यही देखाता सपना हमारे पूर्खोने ?
हमको लूटनेवाला,हमारी ही मिट्टीका लाल है

अबरार शेख…पालनपुर

તું રહ્યો કાનજી કાળો ને………


તું રહ્યો કાનજી કાળો ને હું તો છું ગોરીગોરી રાધાની જાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

રોમરોમ આવી જાણે વૃંદાવન બેઠું
એમ જાતને ઘેલી મેં કીધી,
નસનસમાં વહેતી થઈ લાગણીયો એમ
આખી યમુનાને આજ મેં પીધી.

આઠેપહોર મને ઘેનમાં ડુબાડીને જોજે પાછો કહેતો ના કોઈને તું વાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

સોળસો ગોપીયોથી ઝાઝેરા શમણાઓ
આંખોની ગલીયોમાં ખેલે છે રાસ,
સૌ રે શમણાઓ હવે સાચુકલા થાશે
એવી હૈયામાં ઝીણીઝીણી જળે છે આશ.

પાંપણ ખુલી ને મારે આંગણિયે જોઉં તો ગોકુળિયું લઈને આજ ઉભું પ્રભાત!
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

વાંસળીના સૂરમાં તેં રેલાવ્યું હૈયું
ને કદમ્બનું વૃક્ષ થઇ હું ફાલી,
નોતું જાણ્યું કે જાત ગોવર્ધન થાશે
મેં તો અમથીઅમથી તારી આંગળીતી ઝાલી.

ભવભવનો સાથ હવે છૂટશે નહિ રે ભલે ફરીએ ના ફેરાઓ સાત,
આપણો સંબંધ જાણે ચાંદની મઢેલ પેલી પૂનમની અજવાળી રાત!

-હેપ્પી જન્માષ્ટમી
-વર્ષા બારોટ

ગમતી Girl friend નું ગીત


College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,

વાતોમાં Time એવો વહી જાય, ક્યાંક ઊતરી પડે અંધારું.

Jeans ને T-shirt નું કરે Matching

એવું મારી એની વચ્ચે થાતું,

Spray ની સુગંધ એવી ફેલાય

ક્યાંક મન Lip stick માં સમાતું.

હળવેકથી Smile એ એવી આપે ને હૈયું ભીજાઈ જતું, પ્યારું !

College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,

Sunday ની રજા ને Hotel નું ભોજન

મારી ખાધેલી Item એને બહુ ભાવે,

Talkies ને Garden મળવાનું સ્થળ

પાછી સપનામાં રોજ એ આવે.

છૂટ્ટા પડીએ ત્યારે Cell phone કેવો સાચવે સગપણ અમારું,

College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,

મુક્તક – ‘મન’ પાલનપુરી


ભરોસો કેટલો રાખે તમારા બોલ પર કોઇ ?
તમે કાલે કરેલી વાત આજે ફેરવી દો છો ;

નથી તમને કશી યે શર્મ કે સંકોચ યા પરવા,
ગમે ત્યારે તમે સચ્ચાઈમાં જૂઠ ભેળવી દો છો

અમારી ગઝલમાં.


મહેફિલ સરી ગઈ અમારી ગઝલમાં,
મહોબત મરી ગઈ અમારી ગઝલમાં.

હવે ક્યાં જરૂર છે તમારે નદીની ,
અગન જ્યાં ઠરી ગઈ અમારી ગઝલમાં.

સનમ આવવાનું કહીને ન આવી,
અશ્રુઓ ભરી ગઈ અમારી ગઝલમાં.

છે વાતો બધી રેશમી ઝુલ્ફ કેરી ,
અસર જે કરી ગઈ અમારી ગઝલમાં.

બગીચો અમારો ગયો ડૂબી આખો ,
ફોરમ તો તરી ગઈ અમારી ગઝલમાં.

-શરદ .કે ત્રિવેદી