મણીબા ગ્રંથાલય, ડીસા ખાતે એક યાદગાર રવિસભા


અહેવાલ- વર્ષા બારોટ
  તારીખ ૧૦ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ડીસા મુકામે શબ્દ સાધના પરિવાર (પાલનપુર) અને મણિબા ગ્રંથાલય (ડીસા) નાં સંયુક્ત ઉપક્રમે મણિબા ગ્રંથાલયમાં બનાસકાઠા ના કવિઓ, લેખકો અને સાહિત્યરસિક ભાવકો દ્વારા સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો. banaskanthama વસતા અને જેઓ સારું લખી શકે છે, જેઓ સારા કવિ કે લેખક બનવા માંગે છે અને જેને સાહિત્ય સાથે નિસ્બત છે એવા લોકોને એક સાહિત્યિક પ્લેટફોર્મ પૂરું પાડવાના આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડીસાના જાણીતા અને સેવાભાવી એવા શશીકાંતભાઈ દોશી, ડો. ભરતભાઈ શાહ, ડો. નવિનકાકા, ડો. પ્રવીણભાઈ શાહ અને ડો. વર્ષાબેન શાહની ઉપસ્થિતિમાં શબ્દ સાધના પરિવારના કર્તાહર્તા અને કવિશ્રી નરેન્દ્રભાઈ જગતાપ અને navinkaka દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારબાદ મણિબા ગ્રંથાલયના સંચાલક શ્રી દીપકભાઈએ પુષ્પગુચ્છ આપી સૌનું સ્વાગત કર્યું. ત્યારબાદ હાજર રહેલ સૌ કવિઓ, લેખકો અને ભાવકોએ પોતપોતાનો પરિચય આપ્યો. ત્યારબાદ ગ્રંથાલય તરફથી આપવામાં આવેલ ચા-નાસ્તાની   સાથે સાહિત્યનો માહોલ રંગ જમાવતો આગળ વધતો રહ્યો. કાર્યક્રમમાં આનંદની વાત એ રહી કે તાજેતરમાં જ જેમને એમના શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ “ઝાંખરું” માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક એનાયત થયો છે એવા આપણા બનાસકાઠા ના વાર્તાકાર શ્રી ધર્માભાઇ શ્રીમાળી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા,અને એમનું પાલનપુર ના કવિશ્રી મનહરભાઈ મોદી “મન પાલનપુરી” દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શબ્દ સાધના પરિવારનો પરિચય આપતા નરેન્દ્રભાઈ જગતાપ કાર્યક્રમને આગળ ધપાવતા રહ્યાં. સમગ્ર કાર્યક્રમને ઇશ્કે હકિકી અને ઇશ્કે મિજાજીનો રંગ લગાડતા ઉપસ્થિત સૌ કવિમીત્રોએ પોતપોતાની કૃતિઓ રજુ કરીને કાર્યક્રમના અંત સુધી એક માહોલ બનાવી રાખ્યો. લેખક શ્રી પ્રવિણભાઈ જોષી ‘પ્રેમ’ દ્વારા એમની નવલિકા ‘માધવી’નું પઠન કરવામાં આવ્યું હતું જ્યારે પરમ પાલનપુરી દ્વારા બાલગીત રજૂ કરવામાં આવ્યું હતું આઈસ્ક્રીમની ઠંડી ઠંડી મોજ માણતા માણતા ઉપસ્થિત સૌ કવિઓ અને લેખકો દ્વારા પોતપોતાનું  એક એક પુસ્તક ગ્રંથાલયને ભેટ આપવામાં આવ્યું.. આ જગતમાં પુસ્તકો જ આપણા શ્રેષ્ઠ સાથીમિત્રો છે એ વાતનો અહેસાસ મણિબા ગ્રંથાલયના સર્જનહાર શ્રી શશીકાંતભાઈ દોશીને મળીને થયો. ભોજનની વ્યવસ્થા સાથે કાર્યક્રમના અંતે સાહિત્યિક ચર્ચા કરી હવે પછીની બેઠક પાલનપુર મુકામે યોજાશે  એવા નિર્ણય સાથે આનંદની લાગણી અનુભવતા સૌ મિત્રો છુટા પડ્યા….

👏👏કાવ્ય ગોષ્ઠી ના થોડાક અંશો 👏👏

એ રીતે  બધી યાદને સાચવી મે,
અહીં જેમ વિધવા રકમ સાચવે છે
– ઇશ્ક પાલનપુરી

જાલીમ જમાનાથી બગાવત છે તો છે.
મારા ‘ને બીજામાં તફાવત છે તો છે
-શરદ ત્રિવેદી

એટલે હું દોડમાં પાછળ રહ્યો,
ઠેસ મારી પાડતાં ના આવડ્યું.
– મન પાલનપુરી

હજી તો જાતથીયે અજાણ છુ ‘શિવમ’
ને બીજાને પામવાનું નહી ફાવે!
-શિવાજી રાજપુત ‘શિવમ’

ગરીબની ઝૂંપડીમાં હવેલી હોય છે, ને વળી માણસાઈ થી મઢેલી હોય છે
-તગજી બારોટ

લો,હાથને હાથના સ્પર્શથી પાવશો તો ગમશે મને!
તરસ છે છતા હવે આંખોથી પાવશો તો ગમશે મને!!
    – વિનસ પાલનપુરી

ઇશ્વર ગમે છે, શું કરું કહે?, બસ હું કદી પગમાં પડી નથી – વર્ષા બારોટ

હોઉં કદી જો એકલો તું યાદ આવે ઠીક છે,પણ,ભીડમાં આ ખોટ જો તારી મને વરતાય છે
-.મેહુલ જોષી

સાચને સીધે સીધું મૂકી શકો,
જૂઠ ને શણગાર જેવું જોઈએ
-પ્રિત પાલનપુરી

આજ ચારે ધામ હોઠે આવશે.
તું, ગલી, ઘર, ગામ હોઠે આવશે.
-દિપક જોષી ‘ઝંખન’.

ન’તો અંદાજ મુજને જીતવાનો આપના દિલને,
છતાં હું હારવાની આ રમત કેવી રમી બેઠો
– શેષ પાલનપુરી

પગરણ કરો ઉપવન મહીં શોભા વધે, ફુલો તમારાથી હવે શરમાય છે – અબરાર શેખ

માંગી હથેળી મે, ને થામ્યો હાથ તે, ત્યાં પથ્થર મને ઇશ્વર લાગ્યા!.
– અનિલ લીંબાચીયા

image

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s