નહીતર રે’જો તમે કોરા .

એવા તે રંગમાં રંગાવું શું ?સખી લાગે નહીં જે કદી ઘેરા,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે’જો તમે કોરા .

જીવતરની કાચી કુંપળને કદી ફૂટે જો ફાગણ ના ફૂલ !
તો ખૂશ્બોના હિંડોળે બેસાડજો ઘડી ,ને પછી ગમતા ને કે ‘જો કે ઝૂલ !

મોકો મળે તો સખી ખીલવાની મોંસમ માં ખૂલી જજો પુરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .

પાંપણ ની ડાળખી ને ઉગે ઉજાગરા તો શમણા ને દેજો રે પાંખો !
લથબથતી લાગણી ને ઢોલિયે બીછાવજો ને પનઘટે બેસાડજો આંખો!

હેતઘેલા હૈયાના જોજો ના રહી જાય ઓરતા એક્કે અધૂરા ,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .

-વર્ષા બારોટ

Advertisements

12 thoughts on “નહીતર રે’જો તમે કોરા .

 1. પાંપણ ની ડાળખી ને ઉગે ઉજાગરા તો શમણા ને દેજો રે પાંખો !
  લથબથતી લાગણી ને ઢોલિયે બીછાવજો ને પનઘટે બેસાડજો આંખો!
  હેતઘેલા હૈયાના જોજો ના રહી જાય ઓરતા એક્કે અધૂરા ,
  રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .
  Sunder geet aasvaadhya..Varshaben…kkhub gamyu..

 2. હેતઘેલા હૈયાના જોજો ના રહી જાય ઓરતા એક્કે અધૂરા ,
  રંગાવું હોય તો રુદિયાના રંગમાં , નહીતર રે ‘જો તમે કોરા .
  સુંદર રચના….. !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s