બસ એક વાર…


બસ એક વાર
તમારી પાસે મારી કોઈ જ
માંગ નથી.
બસ,
મારે તમને એટલું જ કહેવું છે
… કે
જયારે તમે હિંસા તરફ વળો
એ પહેલા,
બસ એક વાર
ફૂલોના ચહેરા જોજો
કોઈ પંખીનું ગીત સાંભળજો
રમતા બાળકોમાં થોડું રમી લેજો
વૃક્ષોને વહાલ કરજો
મજુરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
છુટ્ટા હાથે થોડાક ચુંબન વેરજો
આકાશને બાથમાં લેજો
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
આખા વિશ્વને જોજો
ને છેલ્લે
આ ધરતીને સલામી ભરજો
બસ એક વાર
હિંસા તરફ વળો એ પહેલા…
-વર્ષા બારોટ
(નવનીત સમર્પણ ડીસેમ્બર ૨૦૧૧ ના
અંકમાં પ્રગટ થયેલ કૃતિ)

Advertisements

4 thoughts on “બસ એક વાર…

  1. મજુરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
    છુટ્ટા હાથે થોડાક ચુંબન વેરજો
    આકાશને બાથમાં લેજો
    ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
    આખા વિશ્વને જોજો
    સરસ અભિવ્યક્તી

  2. વર્ષા બેન,ગઝલ ની દુનિયા માં લાગે છે zaldi થાકી જવાય છે.ને અમે તો થાકી પણ ગયા ને હારી પણ ગયા.પણ આપ સુંદર લાખો છો,લખતા રેશો. અમારી શુભ કામનાઓ આપની સાથે જ છે………..મજુરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ
    છુટ્ટા હાથે થોડાક ચુંબન વેરજો…સરસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s