પત્ર પુષ્પ-2


પ્રિય ,

અલૌકિક

રંગોત્સવ મુબારક !!

ઘણા દિવસ બાદ ફરી આજે તને પત્ર લખવાનું મન થયું .રંગોનો ઉત્સવ હોય ને તું મને યાદ ના આવે એવું બને ખરું ? તું કેમ છે એવું આજે નહિ પૂછું, કારણ કે છેલ્લે મેઘધનુષી રંગોમાં તારા અસ્તિત્વને નિહાળ્યા પછી મારા મન પ્રદેશમાં જામેલા રંગોત્સવમાં તે વેરેલો સોનલવર્ણો શિયાળુ તડકો ને કડકડતી ધુમ્મસભરી સવારો મારા અસ્તિત્વને તારા આનંદોત્સવનો અહેસાસ કરાવતી રહી .

મારો આનંદ,મારું સુખ કે મારા દુ:ખની અવસ્થાઓ કદાચ ચંદ્રની કળાની જેમ વધેઘટે પણ તું તો સદાબહાર !કદાચ એથી જ સમગ્ર શિયાળા દરમિયાન પીળો ,સફેદ ને સોનેરી રંગ તું મને મોકલાવતો રહ્યો.રંગો સાથેની તારી આ પ્રીત એ મારા પ્રત્યેનો તારો લગાવ નહીં તો બીજું શું ? નહીંતર તે મોકલેલા શિયાળુ રંગોથી , પાંપણની પેલે પાર, મારા મનપ્રદેશમાં મેં પુરેલી રંગોળી અધુરી ન રહી જાય એ માટે રંગોના રાજા વસંતને રંગબેરંગી
સુગંધી ફૂલો લઈને મારા સુધી તું મોકલે ખરો ?

રંગોત્સવના આ શુભદિને ,મારા પ્રત્યેની તારી આ પ્રીતના બદલામાં હું શું આપું તને ? એક હૃદયના રંગ સિવાય મારી પાસે જે રંગો છે એ તો બધાજ તારા છે ….કયો રંગ આપું તને ?

તારા ઉત્તરની રાહ જોતી

તારી દુન્યવી

Advertisements

7 thoughts on “પત્ર પુષ્પ-2

  1. મધપૂડો પુસ્તક મા એક વાર્તા ‘હૃદયનો રંગ’ હતો.

    ચિતારાએ તેના

    હૃદયમાં પીંછી ખોસીને ચિત્ર બનાવેલું,

    જે અજોડ બનેલું.આ વાત અનન્ય છે !

  2. અલૌકિકને પત્ર લખીને આપ જે રંગો પ્રસારાઇ રહ્યા છો તે પ્રશંસનિય છે… આપની લેખીની માટેતો અમને શરુથી જ માન છે જ …અને આપની કલ્પનાઓ માટે તો બેસુમાર… અભિનંદન્

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s