પત્ર પુષ્પ -1


પ્રિય ,

અલૌકિક

કેમ છે ?

છેલ્લે ,તારા ઉત્તરની રાહ જોવામાં સવાર લગી મને સાથ આપનારો વરસાદ ક્યાંક ચાલ્યો ગયેલો ,તે બે -ત્રણ દિ’ સુધી દેખાયો જ નહીં. એ દરમિયાન તક જોઈને આકાશે કોરું કાઢેલું પણ મારા હૃદયમાં તો ભીનાશ છવાયેલી જ રહી ! કદાચ તારી યાદની ઝરમર કારણભૂત હશે !

મોકો જોઇને ઉઘાડુંભટ થયેલું આકાશ મને ગમ્યું !! થયું એની આ દિગંબર અવસ્થાને માણું ,એને સ્પર્શું ,એની પીઠ પર, છાતી પર મારી આંગળીઓના મૃદુ સ્પર્શને વહાવું ………. મન પંખી બની ઉઠ્યું ! ને વિચારો પંખો બનીને લઇ ગયા મને છેક આકાશની સમીપે .

પળભર હું અનિમેષ નીરખી રહી એને ……. સાંભળી રહી એના દીવ્યમૌન ને ! પછી હળવે રહી એની છાતી પર તારું નામ લખ્યું ,ત્યાંજ એક મેઘધનુષ્ય રચાઈ ગયું મારી નજર સામે .

કેટલું અદભૂત છે તારું આ નામ અલૌકિક !!!!!

સદા તને નીરખતી

તારી દુન્યવી .

-વર્ષા બારોટ

Advertisements

18 thoughts on “પત્ર પુષ્પ -1

 1. પળભર હું અનિમેષ નીરખી રહી એને ……. સાંભળી રહી એના દીવ્યમૌન ને ! પછી હળવે રહી એની છાતી પર તારું નામ લખ્યું ,ત્યાંજ એક મેઘધનુષ્ય રચાઈ ગયું મારી નજર સામે .

  કેટલું અદભૂત છે તારું આ નામ અલૌકિક !!!!!
  વર અર્થાત શ્રેષ્ઠ સાદ …પરમનો શ્રેષ્ઠ સાદ …વાહ વર્ષા બેન આપે કેટલું બધું કહી દીધું આ પત્રમાં..

 2. પળભર હું અનિમેષ નીરખી રહી એને ……. સાંભળી રહી એના દીવ્યમૌન ને !……

  સુંદર અલૌકિક રચના !

  અભિનંદન ! દિલ સે !

 3. વર્ષાબેનની હથોટી પધ્ય અને ગધ્ય બંને ઉપર સરસ બેસી છે.પત્ર વાંચતાં બહુ જલ્દી પૂરો થઈ ગયો એવૂ લાગ્યું.શબ્દોનો સુંદર ઉપયોગ કરી કલ્પનાનો સાથ લઈ બહુ જ સરસ રચના બની છે.
  રમેશભાઈ, વર્ષાબેનનો પત્ર SSP ના બ્લોગ ઉપર મૂકવા બદલ આભાર.

  ‘મન’

 4. “એની છાતી પર તારું નામ લખ્યું ,
  ત્યાંજ એક મેઘધનુષ્ય રચાઈ ગયું મારી નજર સામે .
  કેટલું અદભૂત છે તારું આ નામ અલૌકિક !…”
  વર્ષાને સ્વાભાવિક અનુભૂતિ થાય

 5. કદાચ તારી યાદની ઝરમર કારણભૂત હશે !….

  થયું એની આ દિગંબર અવસ્થાને માણું ,એને સ્પર્શું ,એની પીઠ પર, છાતી પર મારી આંગળીઓના મૃદુ સ્પર્શને વહાવું ………. મન પંખી બની ઉઠ્યું !…… વાહ વાહ આપ શબ્દોના સ્વામિતો છો જ પણ તમો હજી પણ વધુ અલૌકિક્ને કહી શક્યા હોત… કેમ આટલો ટૂકો પત્ર ?તમારા શબ્દોના વિખરાયેલા તારલાઓને અમે સૌ વધુ માણી શક્યા હોત …આપને શબ્દ સાધના પરિવાર વતી મારા હાર્દીક અભિનંદન

 6. ખરેખર આ શબ્દો આપને ઈશ્વર ની દેન છે…….પળભર હું અનિમેષ નીરખી રહી એને ……. સાંભળી રહી એના દીવ્યમૌન ને ! પછી હળવે રહી એની છાતી પર તારું નામ લખ્યું ,ત્યાંજ એક મેઘધનુષ્ય રચાઈ ગયું મારી નજર સામે .

 7. લાગણીના અતિરેકમાં આંખમાં હર્ષાશ્રુ ઊભરાવા માંડ્યા.. ઇતિ અને વિકાસ બેયનું સુખી દાંપત્ય-જીવન જોઈને વિમળાબાને એક અનોખો સંતોષ મળતો હતો. જાણે આમ કરીને પોતાના દીકરાના પાપનું પ્રાયસ્ચિત ના કરી કાઢયું હોય ..!! ત્યાં તો પાછું મગજમાં પેલું ‘સટ્ટાક’ બોલ્યું. આજે બહુ થાક લાગતો હતો એમને..ખબર નહી કેમ..? સ્પર્શના નાના નાના કામ પણ આજે પહાડ જેવા મોટા લાગતા હતાં. પાનેતરમાં શોભતી ઇતિ પર વાત્સલ્યપૂર્ણ નજર નાંખતા નાંખતા આગળનું પાનું ફેરવ્યું, ત્યાં તો આંખ આગળ અંધારા છવાઈ ગયા. કાળા..લાલ..પીળા..કેટલાય વર્તુળો રચાવા માંડ્યા..આગળનું પાનું સાવ કાળું ધબ્બ જ દેખાવા લાગ્યું..માથામાં એક સામટા કેટલાંય બોમ્બ ફ્ટાફટ ફૂટી રહ્યાં હતાં. આખું ઘર ગોળ-ગોળ ફરવા માંડ્યું.. શરીર પાણી પાણી થઇ ગયું. હાથમાંથી આલ્બમ એક બાજુ પડી ગયું. ચીસો પાડવાનો વ્યર્થ યત્ન કરતાં કરતાં બે મિનિટ્માં તો એમની ડોક એકબાજુ ઢ્ળી પડી અને આંખો કો’ક વિચિત્ર ભાવ સાથે ખુલ્લી જ રહી ગઈ.. નાનક્ડો સ્પર્શ આ બધું જોઈને ગભરાઇ જ ગયો. નાજુક હાથે વિમળાબેનને હચમચાવી કાઢ્યા પણ કોઇ હલન ચલન નહીં.. દોડતા- દોડતા બાજુમાંથી નીલમઆંટીને એની બોબડી ભાષામાં જેમ-તેમ સમજાવી પટાવીને ઘરે લઇ આવ્યો. નીલમબેન પણ વિમળાબેનની હાલત જોઇને ગભરાઇ ગયા. સૌથી પહેલાં તો એમણે ’૧૦૮’માં ફ઼ોન કરીને તાત્કાલિક એમબ્યુલન્સ મંગાવીઅને પછી અર્થને મોબાઈલ કર્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s