યાર ! તું મોડો પડ્યો .


અમર સાહેબે શબ્દ સાધના પરિવારની દરેક પ્રવૃત્તિ ને હમેશા પ્રોત્સાહિત કરી છે ને બિરદાવી છે ‘પાંગરતી કલમે ‘ ગઝલ સંગ્રહ ના પ્રસ્તાવના લેખથી કરી ને વિમોચન સુધી અમારી સાથે રહ્યા છે .ઘણા સમયથી એમની રચના બ્લોગ પર મુકવી હતી પરંતુ રહી જતું હતું .અસલ પાલનપુરી કે જે શબ્દ સાધના પરિવાર ના જ સદસ્ય છે જે હમણા સુરતમાં છે એને અમર સાહેબ જોડે મળવાનું થયું અને બ્લોગ માટે રચનાની માંગણી કરી તો એમણે આશીર્વાદ રૂપે આ રચના મોકલી છે આ રીતે મને બ્લોગ માટે આ ગઝલ પણ મળી અને પરમીશન પણ મળી એ માટે અમર પાલનપુરી સાહેબ અને અસલ નો આભાર !
ચાલો ત્યારે માણીએ એમની એક ગઝલ ::

શબ્દ વિન સોંપો પડ્યો .
મૌનનો પડઘો પડ્યો .

હું નથી વહેલો પડ્યો ,
યાર ! તું મોડો પડ્યો .

વાયરો સીધો હતો ,
વાડને વાંધો પડ્યો .

દિલ મહીં ઝરણું ફૂટ્યું,
આંખથી દરિયો પડ્યો .

સ્વપ્નમાં સુરજ મળ્યો ,
રાતનો તડકો પડ્યો .

-અમર પાલનપુરી

Advertisements

5 thoughts on “યાર ! તું મોડો પડ્યો .

  1. THNX……….LOT ISHQ BHAI..
    AMAR SAB NI GHAZAL SSPBK MA VANCHI NE GHANO ANAND THAYO.NANI BAHER NI GHAZAL MA AMAR SAB JEVI DHARDAR ANE ARTHSBHAR RAJUAAT KADACH KOI NA KARI SAKE…SHUNY SAHEB NI VASLI NA TEO SHYAM CHHE…AEMNI DAREK RACHNA NO HU FAN CHHU.AA MARI SAUTHI FVRT RACHNA CHHE…THNX LOT…ISHQ BHAI NE POST BADAL KHUB J ABHINDAN….ANE SSPBK NO PAN KHAS JE DAREK NE EK BIJA SATHE JODI RAKHE CHHE….THNX LOT…JAI HIND

  2. વાહ, ઈશ્ક્ભાઈ તમે તો ‘અમર’ સાહેબની ટૂંકી બહેરની આવી સરસ ગઝલ મૂકીને ‘મન’ ખુશ કરી દીધું. ‘અસલ’નો પણ આભાર માનવો જ પડે.

  3. હું નથી વહેલો પડ્યો ,
    યાર ! તું મોડો પડ્યો .

    આ રચનાને મેં અમરમામાના મોંઢે રુબરુ સાંભળેલી….આજે આપણા જ બ્લોગ પર્‍ જોઇને આનંદ થયો….ખુબ જ સરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s