ભૂલી ગયો છું


દિલ તૂટયાની ઘાતને ભૂલી ગયો છું.
કારમાં આઘાતને ભૂલી ગયો છું.

ચાંદની રાતે તને ચૂમી હતી,
એ નશીલી રાતને ભૂલી ગયો છું.

તે પૂર્યા ‘તા રંગ જે મારા જીવનમાં,
રમ્ય સઘળી ભાતને ભૂલી ગયો છું.

એ હદે પ્રસરી છે પીડા અંગે અંગે,
દર્દની શરૂઆતને ભૂલી ગયો છું .

ભૂલવા જેવું હવે ક્યાં છે કશુંયે,
તારી પ્રત્યેક વાતને ભૂલી ગયો છું.

તું જ ભૂલી છે મને એવું નથી પણ,
હું ય મારી જાતને ભૂલી ગયો છું .

-પ્રો.મહેશભાઈ મકવાણા

Advertisements

6 thoughts on “ભૂલી ગયો છું

 1. બહુ સરસ રચના !
  આખી ગઝલ સુદર થઇ છે પણ
  આ બે શેર તો લાજવાબ !

  એ હદે પ્રસરી છે પીડા અંગે અંગે,
  દર્દની શરૂઆતને ભૂલી ગયો છું .

  તું જ ભૂલી છે મને એવું નથી પણ,
  હું ય મારી જાતને ભૂલી ગયો છું .

 2. એ હદે પ્રસરી છે પીડા અંગે અંગે,
  દર્દની શરૂઆતને ભૂલી ગયો છું .

  ખુબ જ સરસ શેર છે… મઝાની ગઝલ… આમેય મહેશભાઇની ગઝલ માણવાની મઝા જ કાંઇ ઔર છે….

 3. કેવી મનમોહક કલ્પનાપ્રચૂર રચના !!!

  મહેશભાઈની ગઝલ ખરેખર મઝાની છે.

  ચાંદની રાતે તને ચૂમી હતી,
  એ નશીલી રાતને ભૂલી ગયો છું.

 4. bhulvama to mne pn bhooli gya chhe mara accountna saheb,kai vandho nahi fariyad nathi karto pn arj karu chhu k me sspna class bharela chhe, satat sspni varshik fees bhareli chhe. CHHTA aa blogma maru nam-sarnamu kem nathi ? KOIPAN kavina dhyanma kem aavyu nathi ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s