કદી દોસ્તી છે કદી દુશ્મની છે.-યુગ પાલનપુરી


પાલનપુર માં શબ્દસાધના પરિવાર દ્વારા તારીખ ૦૧/૦૧/૨૦૧૦ ના રોજ મુશાયરો કરવામાં આવ્યો હતો .આ મુશાયરામાં કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિશ્કીન ‘ ,બનાસકાંઠાના જ વતની અને ગીતકાર પ્રશાંત કેદાર જાદવ,યુવા કવિશ્રી અનીલ ચાવડા વગેરે હાજર રહ્યા હતા.આ મુશાયરો નવોદિત કવિઓને સ્ટેજ પૂરુ પાડવાના આશયથી કરવામાં આવ્યો હતો તેથી પાલનપુરના ખ્યાતનામ કવિઓને રજુ ન્હોતા કરી શકાયા આ મુશાયરાના અંતે શ્રોતાગણમાંથી એક બુઝર્ગ વ્યક્તિ એક હાથ લાકડી પર અને બીજો હાથ પોતાના પૌત્રના ખભા પર મુકીને ધીરે ધીરે સભાખંડમાંથી બહાર આવી રહ્યા હતા કોઈકે મને પરિચય કરાવતા કહ્યું કે આ ‘યુગ’ પાલનપુરી છે પછી તો હું એમને મળ્યો અને ઓટોગ્રાફ લીધો .મે એમને મારી ડાયરીમાં કંઈક લખવાનુ કીધું તો એમણે આ ગઝલ લખી આપી એમની જૈફ વયના કારણે હાથમાં ધ્રુજારી હતી એટલે એમણે ગઝલ કહી અને એમના પૌત્રે લખી અને અન્તે ધ્રુજતા હાથે ગઝલની નીચે સહી કરી અને તારીખ લખી જે અત્રે રજુ કરી છે એમનો વિશેષ પરિચય વળી ક્યારેક આજે એમની એક ગઝલ દ્વારા પરિચય કરીએ..

કદી દોસ્તી છે કદી દુશ્મની છે.
બહુરૂપિયા જેવી આ જીંદગી છે.

તને રૂપ એવું મળ્યું છે ખરેખર,
ખુદાની કસમ સ્વર્ગની તું પરી છે.

રહે જેની સેવામાં હાજર ફરિસ્તા!,
ખબર છે તને એવો તું આદમી છે.

અદબ સાથે યુગનો પરિચય છે જુનો,
કહ્યું કોણે તુજને કે તું અજનબી છે

-યુગ પાલનપુરી

Advertisements

2 thoughts on “કદી દોસ્તી છે કદી દુશ્મની છે.-યુગ પાલનપુરી

  1. અદબ સાથે યુગનો પરિચય છે જુનો,
    કહ્યું કોણે તુજને કે તું અજનબી છે

    યુગ સાહેબ સાથે મારો પરિચય પણ ખૂબ જ જૂનો છે. બહુ જ સરસ ગઝલ..!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s