એક ગઝલ-યુગ પાલનપુરી


એવી કરી છે પ્રીત તને નહીં સમજ પડે
છે હારમાંય જીત તને નહીં સમજ પડે.

અંદાજ મારો એટલે ખોટો પડ્યો નહીં,
હું શું ગણું ગણિત તને નહીં સમજ પડે.

ખુશ્બુ હ્રદયમાં પ્રીતની રાખ્યા વિના હવે,
મારી ગઝલ કે’ગીત,તને નહીં સમજ પડે.

બોલ્યા વિના ય બોલે ચ્હેરો કદી કદી,
ચ્હેરાની વાતચીત તને નહીં સમજ પડે.

તારા વિનય વિવેકમાં કંઈ પણ ઉણપ નથી
સત્કારવાની રીત તને નહીં સમજ પડે.

ઠંડક મળે-સુગંધ મળે-તાજગી મળે,
કોને કહે છે સ્મિત તને નહીં સમજ પડે.

એથી કહું છું હં બધે સતયુગની વાતને,
એમાં છે’યુગ’નું હીત,તને નહીં સમજ પડે.

-યુગ પાલનપુરી

Advertisements

7 thoughts on “એક ગઝલ-યુગ પાલનપુરી

  1. ખુશ્બુ હ્રદયમાં પ્રીતની રાખ્યા વિના હવે,
    મારી ગઝલ કે’ગીત,તને નહીં સમજ પડે.

    યુગસાહેબની મજેદાર રચના… એમાય ઉપરનો શેર લાજવાબ…વાહ વાહ્

  2. મંઝાયેલા હાથની કમાલ જૂઓ. કેવી ધારદાર અને ચોટદાર ગઝલ થઈ છે ! એક એકે શેર લાજવાબ અને ‘દુબારા’ કહેવું પડે એવા થયા છે. સલામ યુગ સાહેબ, તમે ખરેખર ગુરુ છો.

    બોલ્યા વિના ય બોલે ચ્હેરો કદી કદી,
    ચ્હેરાની વાતચીત તને નહીં સમજ પડે.

  3. બોલ્યા વિના ય બોલે ચ્હેરો કદી કદી,
    ચ્હેરાની વાતચીત તને નહીં સમજ પડે.

    BAHOT KHUB JANAB….SHER KI MASUMIYAT KO BAKHUBI TARASHA HE..KEEP IT UP

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s