‘સફર’ પાલનપુરી


તા.૬.૧૨.૨૦૦૯ ની રવિસભામાં કવિમિત્ર ભાઈશ્રી ‘ઈશ્ક’ પાલનપુરીએ એક ગઝલ સંગ્રહ વાંચવા આપ્યો જેનું નામ છે ‘ચૂપ,રાત જાગી જશે!’ અને શાયરનું નામ વાંચીને ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાઈ જવાયું. હા, એ શાયર છે ‘સફર’ પાલનપુરી એટલે ભાઈ શ્રી બળવંત ઓઝા.સને ૧૯૮૦-૮૧ના ગાળામાં એમની સાથે સારી મિત્રતા થઈ.અમે બંને પાલનપુરી, બંનેની કર્મભૂમિ વડોદરા અને બંને કવિતાનુરાગી. બળવંતભાઈએ કવિતાનો છેડો પકડી રાખ્યો અને સારૂ નામ અને ગજુ કાઢ્યું.હું કેટલાક કારણોસર ઉદાસીન રહ્યો અને ધીરે ધીરે અમારો સહવાસ ઓછો થતાં થતાં સાવ ભૂલાઈ ગયો.  તે આજે આ ગઝલ સંગ્રહ જોઈને એમની યાદ આવી ગઈ.

ચાલો આજે એમના ‘ચૂપ,રાત જાગી જશે’ માંથી એક ગઝલ ‘બાથમાં’ આપણે સૌ સાથે મળીને અહી માણીએ.

કેટલા   જકડાઈ   જાવું  બાથમાં ?
આપણું મન હોય છે ક્યાં હાથમાં ?

યાદ  કરને,  યાદ નક્કી  આવશે,
આપણે  તરસ્યાં  થયેલાં સાથમાં.

એ પછી વરસાદ સમજાયો મને,
મન મૂકી પલળ્યાં હતાં સંગાથમાં.

શી રીતે ભૂલું ‘સફર’ની એ ક્ષણો ?
યાદ છે, પગલાં લીધેલાં હાથમાં ?

                                    -‘સફર’ પાલનપુરી

Advertisements

4 thoughts on “‘સફર’ પાલનપુરી

  1. સરસ રચના !

    એ પછી વરસાદ સમજાયો મને,
    મન મૂકી પલળ્યાં હતાં સંગાથમાં.

    આફરીન ! શાયરની શાયરી ને સો સો સલામ !
    આપણો બ્લોગ તો દિપી ઉઠ્યો મન સાહેબ ! તમારું આ કાર્ય નવોદિતોને જરુરથી પ્રોત્સાહન પુંરુ પાડશે ,આભાર અને ધન્યવાદ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s