આતંકવાદ


ગઈ સાલ છવ્વીસમી નવેમ્બરે મુંબઈમાં એક આતંકવાદી ગોઝારી ઘટના ઘટી ગઈ તે ના ઘા હજુંય રુઝાયા નથી ,પાલનપુરના કવિશ્રી ‘સાર્થક’એક કેમેરામેન આખી ઘટનાનો ફોટો પાડે તેમ આખી આ ઘટના એક કવિતામાં આ રીતે કંડારે છે અને પોતે અનુભવેલ દેશ દાઝ આ રીતે છતી કરે છે અને શહીદો ને શબ્દો દ્વારા આ રીતે શ્રધ્ધાંજલી અર્પે છે

છવ્વીસમીએ આતંક છાયો,બૃહદ મુંબઈ મધ્યે આયો
આલીસાન હોટલમાં આયો,કાળ તણો સાક્ષાત પડછાયો…..છવ્વીસમીએ

તાજ,નરીમાન,ઓબેરોય,ઊંચા મજલા નીચે ભોય
એ.કે સુડતાલીસની સોય ભોંકે એતો પડતા ભોય………..છવ્વીસમીએ

રાડારોળને ચીસાચીસ,ત્યાંતો માર્યા પૂરા વીસ
ફાયર ફંડા કરતા કીસ,થોડીવારમાં એકસો વીસ……….છવ્વીસમીએ

મુંબઈ આખું ધ્રુજ્યું જેમ,એકાએક આ થયું જ કેમ?
પાકિસતાને લીધી જ નેમ,ભારત આખુ ફફડે એમ……..છવ્વીસમીએ

આતંકવાદી આવ્યા દશ આતંક કીધો મોટો મસ
બહું લોકોને કિધા વશ કોણ કહે કે કરજો બસ………….છવ્વીસમીએ

પ્રવાસીઓ આ દેશના લોકો,વિદેશના સપડાયા લોકો
હેન્ડ ગ્રેનેડનો પડતો ધોકો,આતંકવાદીએ લીધો મોકો….છવ્વીસમીએ

બંધક કીધા બહુ જન લોક,ઢાળ્યા ત્યાંતો દોઢસો કો’ક
જીવતા રહ્યા તે મૂકે પોક હવે કોણ લગાવે રોક………છવ્વીસમીએ

એન.એસ.જી કમાન્ડો આવ્યા,એ.ટી.એસ જવાનો આવ્યા
હવાઈ દળ મર્દાના આવ્યા,સઘળા રક્ષક દોડી આવ્યા…છવ્વીસમીએ

એક નહી પણ હોટલ ચાર,સંતાયા નોખા સૌ યાર
જ્યાં જુએ ત્યાં મારે ઠાર ,ચારે બાજુ હાહાકાર……..છવ્વીસમીએ

આતંકવાદી છૂપતા જાય,સંતાકૂકડી રમતા જાય
વીર જવાનો દેખી જાય ગોળી રમઝટ કરતા જાય…છવ્વીસમીએ

સામ સામું યુધ્ધ ખેલાયું લોહી નદીઓ જેમ રેલાયું
શહેર મધ્યે શું ફેલાયું ?રણ મેદાને યુધ્ધ ખેલાયું….છવ્વીસમીએ

આતંકવાદી માર્યા ઠાર,કોઈ કહે છે દશ બાર
ઓછો કીધો નવનો ભાર ,ઓપરેશન એ પાડ્યું પાર…છવ્વીસમીએ

માર્યા ગયા તે બસ્સો લોક ,નર નારીને બાળક કો’ક
ઘાયલ થયા તે બમણો થોક કેમ કરીને કરવો શોક ….છવ્વીસમીએ

ઓપરેશનના શહીદ કમાન્ડો ,એ.ટી.એસ.ના વીર જવાનો
સલામ પહોચે વીર શહીદો ભારતના ભડવીર જવાનો…છવ્વીસમીએ

દેશના કાજે દીધા પ્રાણ ,દુશ્મનોના લીધા પ્રાણ
હજ્જારો બચાવ્યા પ્રાણ છુટકારો થયો આ ત્રાણ…….છવ્વીસમીએ

દેશ વિદેશમાં ઉપડ્યા કોલ આખી દુનિયા પીટાયો ઢોલ
આતંકવાદે સાધ્યો ગોલ ,પાકિસ્તાનનું ખુલ્યું પોલ …છવ્વીસમીએ

અજગર આતંકવાદ તણો છે ફૂલ્યો ફાલ્યો એ ઘણો છે
નાથો તોયે સાપ કણો છે જડમૂળથી એ નાશ હણો છે…છવ્વીસમીએ

-જગદીશ એમ.ઉપાધ્યાય ‘સાર્થક’

Advertisements

3 thoughts on “આતંકવાદ

  1. સાર્થકની આ રચના મુકવા બદલ ઇશ્ક ને અભિનન્દન…અને જગદીશ્ભાઇ ની આ રચના જોઇને એક વર્ષ પાછળ જતા રહેવાનુ થયું અને એ મુશાયરાની યાદ તાજી થઇ ગઇ..

  2. શ્રી જગદીશભાઈનું વ્યક્તિત્વ એમની આ હ્રદયસ્પર્શી રચનામાં છલકે છે.૨૬/૧૧ ના શહીદોને શ્રધ્ધાંજલીમાં તેઓએ હ્રદય ઠાલવ્યું છે. શહીદોને સલામ અને જગદીશભાઈને પણ.

  3. પિંગબેક: 2010 in review « શબ્દ સાધના પરિવાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s