મરતાં પહેલા મરતો માણસ-વર્ષા બારોટ


ઝેર હદયમાં ભરતો માણસ.
સર્પની માફક સરતો માણસ.

વિસરી બેઠો માનવતાને,
દાનવ થઈને ફરતો માણસ.

મંદિર-મસ્જિદ બાંધે છે પણ,
ઈશ્વરથી ના ડરતો માણસ.

ક્ષણમાં એ ખીલી ઉઠેને,
ક્ષણમાં પાછો ખરતો માણસ.

સાચા-ખોટા શમણાં લઈને,
ખાલી ઘરને ભરતો માણસ.

દોડી દોડી સુખની પાછળ,
મરતાં પહેલા મરતો માણસ.

-વર્ષા બારોટ

Advertisements

2 thoughts on “મરતાં પહેલા મરતો માણસ-વર્ષા બારોટ

 1. મંદિર-મસ્જિદ બાંધે છે પણ,
  ઈશ્વરથી ના ડરતો માણસ.

  દોડી દોડી સુખની પાછળ,
  મરતાં પહેલા મરતો માણસ.

  વાહ, માણસ માટે કેવી કેવી સુંદર અને સચોટ વ્યાખ્યાઓ પ્રયોજી છે વર્ષાબેને .

 2. દોડી દોડી સુખની પાછળ,
  મરતાં પહેલા મરતો માણસ.
  આમ પણ વષાઁબેન ની ગઝ્લ મઝાની હોય છે પણ આ અઁતરો લાજવાબ ..અભિનઁદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s