ખબર ન પડે


૨૧મી જૂન એટલે પાલનપુરની રોનક એવા કવિશ્રી મુસાફિર પાલનપુરી નો જન્મ દિવસ !શબ્દ સાધના પરિવાર ના દરેક સદસ્ય આ પ્રસંગે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. એ પાલનપુર ને ખૂબ નામના અપાવે અને દીર્ઘાયું ભોગવે એવી આ શુભ પ્રસંગે અંતઃકરણની મહેચ્છા !એમનું મુળ નામ-સિંધી અમીરમહંમદ દીનમહંમદ,ઉપનામઃ’મુસાફિર પાલનપુરી ,જન્મ તારીખઃ૨૧/૦૬/૧૯૪૩,વ્યવસાયે શિક્ષક[હાલ નિવૃત]રહેવાનું ‘સૂકુન’ જૂના ડાયરા,સલેમપુરા પાલનપુર,પાલનપુરી ગઝલ વારસાને આજ પ્રર્યત જેઓ એ ધબકતો રાખ્યો છે,એવા અલગારી કવિ ના જન્મ દિવસે ચાલો માણીએ એમની જ એક ગઝલ…

નજર નજરથી મળી જાય ને ખબર ન પડે.
અદબથી શીશ નમી જાય ને ખબર ન પડે.

કશુંક પ્રાણ સુધી જાય ને ખબર ન પડે.
ગજબનું ઘેન ચડી જાય ને ખબર ન પડે.

પ્રથમપ્રથમનો પરિચય!સહજસહજનો લગાવ,
પ્રગાઢ પ્રીત બની જાય ને ખબર ન પડે.

કદાચ એ જ દશાને કહે છે પ્રેમ બધાં-
હ્રદય ને કોઈ ગમી જાય ને ખબર ન પડે.

સલામ! રૂપની ભુરકી!તને હજાર સલામ!
કે રોમ રોમ રમી જાય ને ખબર ન પડે.

છે એ જ પ્રેમની મસ્તીનો સાચે સાચ ખુમાર,
હિમાલયોય નડી જાય ને ખબર ન પડે.

કહે છે જેને જીવન,કંઈ અજબ કલાધર છે!
મરણનો ઘાટ ઘડી જાય ને ખબર ન પડે.

મળી ગયું તે ગયું!જે નથી મળ્યું એ રહ્યું,
સમય બધું જ કહી જાય ને ખબર ન પડે.

પ્રસિદ્ધિઓને તરસનાર ત્રસ્ત જીવ ઘણા,
પ્રસિદ્ધિઓથી મરી જાય ને ખબર ન પડે.

થયા છે એય અનુભવ ગઝલની મહેફિલમાં,
કોઈની દાદ મળી જાય ને ખબર ન પડે.

ઘણીયેવાર મુસાફિર!ગઝલના શે’ર સ્વયં,
વિધિના લેખ બની જાયને ખબર ન પડે.

Advertisements

4 thoughts on “ખબર ન પડે

 1. મુસાફિર સાહેબ ને જન્મ દિનની લાખ લાખ મુબારકબાદી.ઇશ્વર તેમને તંદુરસ્તી ભર્યું દીર્ઘ આયુષ્ય આપે એવી મારી શુભેચ્છાઓ તેમના સુધી પહોંચાડશો. મારા બ્લોગ ઉપર લેસ્ટરથી શ્રી દિલીપભાઈ ગજ્જરની કોમેન્ટ આવી હતી .તેમણે પણ મુસાફિરભાઇ ને યાદ પાઠવી છે.

  પ્રસ્તુત ગઝલ આખેઆખી ગમી જાય તેવી છે.કયા શેર ને વધારે સારો કહેવો એ મુશ્કેલ છે.

  આભાર ઇશ્ક ભાઇ, મુસાફિર ભાઇનો જન્મદિન યાદ કરવા માટે અને એમનિ આવી સરસ ગઝલ આપવા માટે.

 2. મળી ગયું તે ગયું!જે નથી મળ્યું એ રહ્યું,
  સમય બધું જ કહી જાય ને ખબર ન પડે.
  પ્રસિદ્ધિઓને તરસનાર ત્રસ્ત જીવ ઘણા,
  પ્રસિદ્ધિઓથી મરી જાય ને ખબર ન પડે.
  ઈશ્ક ખુબ ખુબ આભાર.. આ ગઝલ મુકવા બદલ, મુસાફિર પાલનનપુરીને મારા વતી જન્મદીન મુબારકને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવજો..તેમની આ મુસાફરી પવિત્ર તીર્થ્યાત્રા બની રહે તે જ ઈશપ્રાર્થના..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s