તો પણ ઘણુંય છે


બસ ભાગ્ય એટલું ફળે, તો પણ ઘણુંય છે,
એકાદ-વાર એ મળે, તો પણ ઘણુંય છે.

એ ના કરી શકે જો કબુલાત પ્રેમની ,
આંખો મળે, નજર ઢળે, તો પણ ઘણુંય છે.

પથ્થર બની યુગોથી આંખમાં રહ્યા,હવે,
થોડાક આંસુ ઓગળે, તો પણ ઘણુંય છે.

ભીંતે જડી છબી ભલે બોલે કશું નહીં,
અંદર કશુંક સળવળે,તો પણ ઘણુંય છે.

આંખે સમાય એટલું આકાશ હોય બસ,
ને હો જમીન પગ તળે,તો પણ ઘણુંય છે.

બસ એટલી કૃપા મળે પરવરદિગારની,
જીવી શકું સ્વયંબળે,તો પણ ઘણુંય છે.

-પ્રો.મહેશભાઈ મકવાણા

Advertisements

5 thoughts on “તો પણ ઘણુંય છે

 1. મહેશભાઈ મકવાણા ની આ ગઝલ એમની પાસેથી તરન્નુમ માં સાંભળવી એ પણ એક લ્હાવો છે,એમને ભગવાને કંઠ પણ સુમધુર આપ્યો છે .અમે અવાર નવાર આ ગઝલ એમની જોડે સાંભળીએ છીએ પોતે પોતાની ગઝલમાં ઓતપ્રોત થઈ જાય છે અને સાંભળનાર પણ!

 2. મહેશભાઈની આ ગઝલ ખરેખર વારંવાર એમના મધુર કંઠે સાંભળવી ગમે તેવી છે.

  આંખે સમાય એટલું આકાશ હોય બસ,
  ને હો જમીન પગ તળે,તો પણ ઘણુંય છે.

  કેટલું વાસ્તવિક- down to the earth thinking.

  – મન પાલનપુરી

 3. બસ ભાગ્ય એટલું ફળે, તો પણ ઘણુંય છે,
  એકાદ-વાર એ મળે, તો પણ ઘણુંય છે.

  aa aashamaa jivan nikaltu hoy chhe.

  Sapana

 4. ખરેખર આ ગઝલ નખશીખ સુંદર થઈ છે.એમાંય આ શેર તો મને વિશેષ ગમ્યો .

  ભીંતે જડી છબી ભલે બોલે કશું નહીં,
  અંદર કશુંક સળવળે,તો પણ ઘણુંય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s