ગમે છે


મિલનની તરસ હોય તો પણ વિરહમાં કણસવું ગમે છે
ઉદાસીન દિલ હોય તો પણ અધરને મલકવું ગમે છે.

ભલે હોય અઢળક વ્યથાઓ હ્રદયમાં નયન તોય કોરા,
વિરહની અમીરી મળી એ વિચારે હરખવું ગમે છે.

અધૂરા રહ્યાં જામ છોને જીવનમાં અમારા પરંતુ,
મળીને તમોને અછડતી નજરથી છલકવું ગમે છે.

તરસત રહ્યા જીંદગીભર,ભલે કોઈ કે’તું અમોને,
રહી યાદ માંહે પળેપળ મને તો વરસવું ગમે છે.

ન’રોશન’હું થાઉં ધરા પર બધાના દિલોના ઉજાશે,
બની કોડીયું એમના પ્રેમનું બસ ઝળકવું ગમે છે

-કવિયત્રી રોશન હસન

Advertisements

4 thoughts on “ગમે છે

 1. I heard almost all gazals from roshanji.

  But this one is really new for mine.After read this i note down and share it with cousin sister who is beginner singer.

  She liked also collection of roshan hasanji.

  Thank You Very Much for to share this neat Gazal.

 2. મિલનની તરસ હોય તો પણ વિરહમાં કણસવું ગમે છે

  ખૂબ જ સરસ રચના

  હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
  આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.

  મારો નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” અવશ્ય વાંચજો
  હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.
  http://www.aagaman.wordpress.com

  મયુર પ્રજાપતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s