अपना यहां कोई नहीं.


अपना नगर,अपनी गली,अपना यहां कोई नहीं.
सब जानते तो है मगर पहचानता कोई नहीं.

चेहरा किसीका ढूंढता हुं मे सरे-बाजार मै,
धुआं-धुआं सा अक्स है बाकी पता कोई नहीं.

किससे कहुं किस्से हमारी जान के पहेचान के,
सदियों पुरानी बात है,किस्सा नया कोई नही.

चाहत की कसमें गलत,वादे-वफा सब झुठ है,
बे-मुरव्वत ईस जहां मे,बा-वफा कोई नही.

“भूला सके उनको अगर”ये कहां मुमकिन मगर,
मेरे जीने का सहारा उनके सिवा कोई नहीं.
-‘मन’पालनपुरी

Advertisements

2 thoughts on “अपना यहां कोई नहीं.

  1. ભાઇ શ્રી રમેશ રઝ્યા (ઈશ્ક પાલનપુરી)

    આપણા પોસ્ટ ઉપર મારી ગઝલ મૂકી તેથી સ્વાભાવિક જ આનંદ થયો.

    ચાળીસ વરસ જેવો લાંબ્બો સમય વડોદરા રહ્યા પછી તે છોડી મારા વતન પાલનપુર ખાતે રહેવા આવ્યો ત્યારે પાલનપુર ની સડકો ઉપર ફરતાં ફરતાં સ્ફૂરેલી આ ગઝલ મને ખુબ જ પ્રિય છે. સામાન્ય રીતે તો હું ગુજરાતીમાં જ લખું છું પણ આ ગઝલ અનાયાસે જ ઉર્દુ/હિંદીમાં સ્ફૂરી હતી.

    આપણા સંબંધો માં હવે આભાર માનવો અપમાનજનક લાગે છે એટલે આભાર નથી માનતો. પણ મારા પ્રત્યેની તમારી લાગણીઓની કદર કરું છું.

    તમને બધાંને હું પણ ખુબ જ યાદ કરું છું. વર્ષા, મામા અને શબ્દ સાધના ના બધા મિત્રો ને મારી પ્રેમભરી યાદ.

    અહીં આવીને વિજયભાઈ ને ઇ-મેઈલ કર્યો હતો અને મારા આશ્ચર્ય વચ્ચે થોડી ક જ વારમાં વિજયભાઈનો ફોન આવ્યો અને ફક્ત એકાદ વખત મેઈલ દ્વારા જ મળ્યા હોવા છતાં ખુબ જ લાબા સમયથી ઓળખતા હોય તેમ ખાસ્સી અડધા કલાક સુધી વાતો કરી. ખુબ સારં લાગ્યું.

    મનહરની યાદ.

  2. ભાઈ શ્રી રમેશ રઝ્યા,

    આપણા બ્લોગ ઉપર મારી ગઝલ જોઇ આનંદ થયો.

    ચાળીસ વર્ષો જેટલા લાંબ્બા વસવાટ બાદ વડોદરા શહેરને આખરી સલામ કરી મારા વતન પાલનપુર ખાતે સ્થાયી થવાની નેમ લઈ અહીં આવ્યો ત્યારે મનના ઊંડે ખૂણે એવી અપેક્ષા હતી કે બચપણ અને યુવાનીના દિવસો જેમના સાનિધ્યમાં ગુજાર્યા હતા તે મિત્રો, સંબંધીઓ અને સગાંવ્હાલાં મારા આ નિર્ણયથી ખુશ થઈ જશે. ભૂતકાળના એ દિવસો ફરી પાછા તાજા કરીશું. પણ અહીં આવીને ખબર પડી કે તેમના માટે તો હું ભૂલાઈ ગયેલો ભૂતકાળ હતો. પાલનપુરની ચીર પરિચીત શેરીમાં પસાર થતાં અહેસાસ થયો કે સમયની સાથે ઘણું બધું વહી ગયું છે. અને તેવી મનોશ્થિતીમાં આ ગઝલ અનાયાસે જ સ્ફૂરી હતી. સામાન્ય રીતે તો હું ગુજરાતીમાં જ લખતો હોઉં છું પણ આ ગઝલ સ્વાભાવિક રીતે જ ઉર્દુ/હિંદી માં સ્ફૂરી હતી.

    પણ કુદરતના ખેલ નિરાળા હોય છે. જુના મિત્રો તરફથી મળેલી હતાશા ખંખેરાઈ જાય એવા નવા મિત્રો મળ્યા. જેના માટે મારી ગઝલપ્રીતિ મદદે આવી અને શબ્દ સાધના પરિવાર ના સથવારે ભાઈ શ્રી નરેન્દ્ર જગતાપ ઉર્ફે નંદુભાઈ જેવા સહ્રદયી મિત્ર મળ્યા જે સમય ના ટૂંકા ગાળામાં એટલા ગાઢ દોસ્ત બન્યા કે જાણે સદીઓ જૂની ઓળખાણ હોય્ ! નંદુભાઈના મારફતે નેમચંદભાઈ અને તેમના બીજા ઘણા મિત્રો મારા પણ મિત્રો બન્યા અને પાલનપુર માં મારો વસવાટ સહ્ય બન્યો. શબ્દ સાધના અને રવિસભા દ્વારા રમેશ રઝ્યા (ઈશ્ક પાલનપુરી), વર્ષા બારોટ અને બીજા ઘણાં જ શુભેચ્છક મિત્રો પણ મળ્યા.

    મારી આ ગઝલ બ્લોગ માં મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર.

    અસ્તુ !!!

    -મનહર મોદી (‘મન’ પાલનપુરી)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s