‘પાંગરતી કલમે…’-એક પરિચય


દિપ્તીબેન જી.સીંગ ,તીર્થગામ હાઈસ્કુલ મુ.પો તીર્થગામ તા.વાવ ખાતે શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે.તેઓ ઉત્તરગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી ના વિધાર્થી છે અને ‘ગઝલ’તેમના અભ્યાસ અને રસનો વિષય છે.શબ્દ સાધના પરિવાર ના સભ્ય અને કવિ શ્રી શરદભાઈ કે.ત્રિવેદી ના પત્ની દિપ્તીબેને ‘પાંગરતી કલમે….’વાંચી જે પ્રતિભાવ[લેખીત] આપ્યો તે અત્રે પ્રસ્તુત છે.

બનાસકાંઠાના નવોદિત ગઝલ સર્જકોની કલમે લખાયેલ ગઝલ સંચય ‘પાંગરતી કલમે…’હમણાં વાંચવામાં આવ્યો.શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા દ્રારા પ્રકાશિત આ ગઝલ સંચયમાં તેર ગઝલસર્જકોની અડતાલીસ જેટલી ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ તેર ગઝલકરો પૈકીના અગિયાર ગઝલકારો તો પાલનપુર નિવાસી છે.જ્યારે બાકીના બે ગઝલકારો ડીસા તાલુકાના ઝેરડા ગામના છે ઝેરડા નિવાસી ગઝલકાર રજ્યા રમેશભાઇ.પી પોતાને ‘ઈશ્ક’પાલનપુરી તરીકે ઓળખાવે છે આ બાબત સ્પષ્ટ કરી આપે છે કે પાલનપુરને ‘ગુજરાતી ગઝલનું પિયર’ કહેવામાં આવે છે તે યોગ્ય જ છે.

આ ગઝલ સંચયમાં આઠ ગઝલ સર્જકોની પાંચ-પાંચ ગઝલો,એક ગઝલ સર્જકની ત્રણ,એક ગઝલ સર્જકની બે અને ત્રણ ગઝલ સર્જકની એક-એક ગઝલનો સમાવેશ કરવામાં આવ્યો છે.શબ્દ સાધના પરિવાર દ્રારા ચલાવાયેલ ગઝલ અધ્યયન કેન્દ્રના પરિપાક રૂપે આ ગઝલો રચાઈ છે અને ગ્રંથસ્થ થઈ છે એ આ પુસ્તકની આગવી વિશેષતા છે.

ગુજરાતી સાહિત્યમાં ગઝલ અત્યારે સૌથી વધુ ખેડાતો કાવ્ય પ્રકાર છે અને સાહિત્યના ભાવકોના દિલ સુધી પહોચ્યો છે.પાલનપુરની વાત હોય ત્યારે નવોદિતો તરફથી ગઝલ સંગ્રહ મળે તે આવકારદાયકની સાથે સાથે આનંદદાયક પણ.

આ ગઝલસંગ્રહની ગઝલો આશાસ્પદ છે નવોદિતો દ્રારા ટૂંકાગાળામાં સારું કામ થયું છે.શબ્દ સાધના પરિવારની ગઝલ નિષ્ડાનું એક સુંદર પરિણામ પ્રાપ્ત થયું છે એમ કહીએ તો કશું ખોટુ નથી.ભાવના વિનય,કલાત્મક શબ્દ ગુંથણી,નૂતન રદીફ-કાફિયાની યોજના વગેરે ધ્યાન ખેંચે છે.

તો મારે શું?,તો ગમે છે,તો પણ ઘણુંય છે,હુ શું કરું?,અમારી ગઝલમાં,ચાલ મન જઈએ હવે,તો લખુ જેવા રદીફમાં નાવીન્ય અને લય અનુભવાય છે તો કાફિયા પણ તરોતાજા છે .
શ્રી મહેશ મકવાણા પથ્થરો ફૂલ બન્યાની વાત કંઇક આ રીતે કરે છે

કલકલ ઝરણું, ઝળહળ રસ્તો,ઝીણું ઝાંઝર ગાન.
પથ્થર પથ્થર ફૂલ બન્યાની મૌસમ છલકે આજ.

તો પોતાના બીજા શેરમાં મહેશભાઈ પરમ સંતોષની વાત આ રીતે કરે છે.

આંખે સમાય એટલું આકાશ હોય બસ,
ને હો જમીન પગતળે તો પણ ઘણુંય છે.

‘શેષ’પાલનપુરીની ગઝલોમાં પ્રણયના રંગ અને વિરહની વેદના દ્રષ્ટિગોચર થાય છે.મોત જેવા સાશ્વત તત્વની વાત કરવાનું તેઓ ચૂકતા નથી઼

પળ પળ મહીં ઘટી રહી આ જીંદગી બરફ સમી,
સાંસો અગર થમે સમજ એ મોતની સમા હશે.

શરદ ત્રિવેદીની ગઝલોમાં વિષય નાવીન્ય અનુભવાય છે સાથે સાથે લગાત્મક લય સૌંદર્યની ઝાંખી થાય છે.ટૂંકી અને લાંબી બહેરમાં તેઓ બળુકું કામ કરે છે એમને મોરપીંછુ સતાવ છે.

યાદ ગોકુળની અપાવે મોરપીંછુ.
રે સખી મુજને સતાવે મોરપીંછુ.

ગઝલ સ્ફૂરવાનું કારણ આપતા શરદ ત્રિવેદી કહે છે

શબ્દથી સબંધ છે જૂનો ‘શરદ’
આ ગઝલ સ્ફૂરે નહી સગપણ વગર.

‘મન’પાલનપુરીની ગઝલોમાં આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે

આંખો કરી દઉં બંધ તો ઉજાસ હોય છે.
અસ્તિત્વ તારું જેમ કે ચોપાસ હોય છે

પોતાના તખલ્લુસનો સુંદર વિનિયોગ પણ ‘મન’પાલનપુરી કમાલ છે.

તારું રટણ બસ દમ-બ-દમ ‘મન’થી થતું રહે,
જીવન મહીં જેમ શ્વાસને ઉચ્છવાસ હોય છે.

તો નરેન્દ્રભાઈ જગતાપ કવિતાના દ્રારે ઉભા રહેવા અડીખમ ચરણની માંગણી કરે છે.

કવિતાના દ્રારે ઉભો રહી શકું,
અડીખમ મને એ ચરણ આપજે.

કવિયત્રી વર્ષા બારોટનું ઋજું હદય ચોતરફ ફેલાયેલા હિંસા-આતંકથી ત્રસ્ત છે તેથી તેઓ લોહી વિહોણી ધરા શોધવાની વાત કરે છે.

ગમતી હવે મનને જગા ક્યાં?ચાલ મન જઈએ હવે.
લોહી વિહોણી ધરા ક્યાં? ચાલ મન જઈએ હવે.

તો ‘ઈશ્ક’પાલનપુરી ગઝલ લખવા માટે જાણે શરત મૂકતા હોય તેમ કહે છે

ભીતરે વાંઝણું રણ મળે તો લખું.
ને હરણ ઝાંઝવાને છળે તો લખું.

આવાં વધુ શેર નોધી શકાય તેમ છે પણ વિસ્તાર ભયે આટલુ બસ.કેટલીક ગઝલોમાં, શેરોમાં,ગઝલના પ્રાણતત્વનો અભાવ વર્તાય છે અને ગઝલ જાણે કે લગાગા-ગાલગાની રમત બનીને રહી જાય છે.ક્યાંકતો શેરના બંને મિસરાઓ વચ્ચે જાણ કોઈ સંબંધ જ ન હોય તેવું લાગે.

વિચારોની સ્પષ્ટતા કરતા અસ્પષ્ટતા પણ કેટલીક રચના માં દ્રષ્ટિગોચર થાય છે.ગઝલનું બાહ્ય સ્વરૂપ સિધ્ધ થાય છે પણ એનો આત્મા દેખાતો નથી,એ દ્રષ્ટિએ ગઝલ સ્વરૂપને સિધ્ કરવા નવોદિતોએ ગહન સાધના કરવી રહી,જ નિર્વ્યાજ,નિર્લેપ,દંભરહિત અને તપસ્યામય પ્રયત્ન કરવામાં આવે તો ગઝલ મહારાણીની કૃપા મેળવી શકાય ખરી. છંદ-બંધારણ શીખવાની વસ્તુ છે પણ સંવેદના તો આંતરિક પોતીકી હોવી ઘટે.એમાંય પાલનપુર પાસે ‘શૂન્ય’થી શરૂ કરી ‘મુસાફિર’ સુધીનો અમુલ્ય વારસો છે એને દિપાવવાનો છે.નવોદિતો

આ વારસાને ઉજાળશે અને વધુ ને વધુ સમૃધ્ધ બનાવશે એવી શ્રદ્ધા સાથે

જય ગઝલ

-દિપ્તી બેન જી.સીંગ
તીર્થગામ હાઈસ્કુલ,તીર્થગામ
તા.વાવ જી.બી.કે

Advertisements

2 thoughts on “‘પાંગરતી કલમે…’-એક પરિચય

  1. ‘પાંગરતી કલમે’ નો પરિચય અને તેમાં રજુ થયેલી રચનાઓ માટે આપેલા આપના અભિપ્રાય બદલ અભિનંદન અને આભાર, દિપ્તીબેન. સ્થળસંકોચનો ભય નિવારીને બાકીના કવિઓની રચનાઓ વિષે પણ આપનો મૂલ્યવાન અભિપ્રાય અને સૂચનો આપ્યાં હોત તો નવોદિતો માટે પ્રોત્સાહક અને માર્ગદર્શક બની રહેત.

    –‘મન’ પાલનપુરી

  2. જો તમને ગુજરાતી વાંચવાનો શોખ હોય,તો મેં એક બ્લોગ શરૂ કર્યો છે જેમાં હું મારી વાર્તાઓ પોસ્ટ કરું છું…સમય મળે નજર નાંખશો…આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s