નામ હોઠે આવશે.


આજ ચારે ધામ હોઠે આવશે;
તું,ગલી,ઘર,ગામ હોઠે આવશે.
લાખ વીસરવા કરું યત્નો છતાં,
એ જ બસ બે નામ હોઠે આવશે.
સાવ નવરો છો તને લાગું પ્રિયે,
એક બસ એ કામ હોઠે આવશે.
છો ફરીથી ના મળી એ જીંદગી,
આ મરણ એ શામ હોઠે આવશે.
લે,ભલે હું ના બનું શબરી કદી,
તોય પણ બસ રામ હોઠે આવશે.
ના,નથી ભૂલ્યો હું એ કસમો હજી,
તું ગઈ તો જામ હોઠે આવશે.
યાદ કરતાં વેંત હૈયું કમકમે,
જો દિલોના ડામ હોઠે આવશે.
ના દઈશ સોગંદ તારા સ્નેહની,
એ કરુણ અંજામ હોઠે આવશે.
કમ નશીબી એ હતી કે કારસો,
શેં થયો બદનામ હોઠે આવશે.
હું તને ભૂલી ગયો, આરોપ છે,
શ્વાસ સાથે નામ હોઠે આવશે.
ભાવ’ઝંખન’નો ન કર એ છે અમૂલ,
ના કદી પણ દામ હોઠે આવશે.

[છંદ:ગાલગાગા ગાલગાગા ગાલગા]
-દિપક જોષી ‘ઝંખન’

Advertisements

One thought on “નામ હોઠે આવશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s