પછી શાની ફિકર!


એનો સહારો છે પછી શાની ફિકર!
મોંઘમ ઇશારો છે પછી શાની ફિકર!
આવી મળે સામે ચઢી રસ્તા બધા,
સંગાથ તારો છે પછી શાની ફિકર!
અંધારઘેરી રાતને અજવાળવા,
દિપક તમારો છે પછી શાની ફિકર!
છોડી બધી ચિંતા ગયો તારે શરણ,
તારો પનારો છે પછી શાની ફિકર!
મારા ચરણ થાકે કદી જો માર્ગમાં,
તું લઇ જનારો છે પછી શાની ફિકર!
‘મન’માં જરા યે રાખશો ના વસવસો,
એ તારનારો છે પછી શાની ફિકર!

[છંદઃગાગાલગા ગાગાલગા ગાગાલગા]
-મનહરભાઈ એમ.મોદી, ‘મન’પાલનપુરી

Advertisements

2 thoughts on “પછી શાની ફિકર!

  1. મારા ચરણ થાકે કદી જો માર્ગમાં,
    તું લઇ જનારો છે પછી શાની ફિકર!

    કંઈક આવો જ ભાવ આ રચનામાં વ્યક્ત થયો છે…

    ઓ પ્રિયતમ ! તું તો હતો જ કરુંણાંનો સાગર ! આ તો ઠોકર મને વાગી ને રક્તરંજીત ચરણ તારાં થયાં ત્યારે છેક સમજાયું !

    અંધારઘેરી રાતને અજવાળવા,
    દિપક તમારો છે પછી શાની ફિકર!

    અહિં જરા જુદો ભાવ જુદો મિજાજ છે…

    રાત્રે મૂર્તિમાંથી તું બહાર આવે ત્યારે જો હું નિંદ્રાધિન હોઊં તો ઓ પ્રિયતમ ! તું મને ઊઠાડીશ નહિં. આ દિપકમાં થોડું તેલ પુરી ,જોઈએ તો થોડો પ્રસાદ લઈ પાછો મૂર્તિ માં સમાઈ જજે. હું ને આ દિપક યુગોથી તારાં જ સાનિધ્યમાં આખિ રાત જાગ્યા કરિયે છિએ !

    ‘મન’માં જરા યે રાખશો ના વસવસો,
    એ તારનારો છે પછી શાની ફિકર!

    એ તારી કરુણાં જ છે ઓ પ્રિયતમ ! જે મારાં સામર્થ્ય નું રુપ લઈને આવે છે ! હું નાદાન તારી કરુણાને મારું સામર્થ્ય માનું છુ !

    આદભુદ રચના…પેટ ભરીને માંણીં !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s