‘શૂન્ય’ પાલનપુરી ને શ્રદ્ધાંજલી


સભા પર કરો એક પારેખ દ્રષ્ટી,
હજારો ને લાખો માં પરખાઈ જાશું.

તા.૧૭/૦૩/૨૦૦૯ ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ શૂન્ય પાલનપુરીને ૨૩મી પૂણ્યતીથી નીમીતે શબ્દ સાધના પરિવાર હદયથી એમને શ્રદ્ધાંજલી પાઠવે છે.

શૂન્ય ગુજરાતી ગઝલનુ એવુ નામ કે જે નામ સાંભળતા જ દરેક ગઝલ ચાહકનું હૈયું દાદ માં વાહ !બોલી ઉઠે.શૂન્ય ગુજરાતી ગઝલની આન છે,શાન છે અને પહેચાન છે.ગુજરાતી ગઝલની વાત શૂન્ય ની વાત વગર અધુરી છે એમ કહીએ તો પણ ચાલે.

અમે કો એકના થઈ ને સકળ ત્રિલોક લઈ બેઠા,
તમે પણ શૂન્ય થઈ જાઓ આ સૃષ્ટી તમારી છે.

એમણે પોતાનું જીવન ગઝલને અર્પણ કરી દીધું

જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે
મરણ આવે તો એને કહી શકું’મીલ્કત પરાઈ છે’

ગઝલકાર તરીકે શૂન્યની વિશિષ્ટતા એ છે કે એમની બાની ગઝલની સુંદરતા વધારતી રહી છે.તેમણે ગઝલને ફક્ત સ્ત્રી નહીં પણ સર્વાંગ સુંદર અને નાજુક નમણી નાર તરીકે ચાહકો સમક્ષ પેશ કરી છે.

શૂન્ય આજે છે કૂબેરો નો કૂબેર
હાથમાં એના ગઝલ-દીવાન છે.

શૂન્ય એટલે શૂન્ય પણ શૂન્ય વગર ગઝલ એકડા વગરનું મીંડુ તોય અતિશોક્તિ નથી.

એ વાત ઔર છે કે મોહ નથી નામ નો,
બાકી તમારો શૂન્યતો લાખોમાં એક છે.

શૂન્ય પાલનપુરી ની ૨૩મી પૂણ્યતીથી ને અનુલક્ષીને શૂન્ય સ્મારક ટ્ર્સ્ટ,પાલનપુર દ્રારા તા.૨૮/૦૩/૨૦૦૯ ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે કાનુભાઇ મહેતા સાંસ્કૃતિક ભવન પાલનપુર ખાતે એક ગઝલ સંધ્યા નુ આયોજન કરેલ છે. આ ગઝલ સંધ્યા માં પ્રખ્યાત ગાયક ‘ઓસ્માન મીર’ તેમની ગઝલ ગાયકી રજૂ કરશે.આ શુભ અવસરે ‘ઓજસ’પાલનપુરી ના ગઝલ સંગ્રહ ‘ઓજસ’અને બનાસકાંઠા ના નવોદિત કવિઓની કલમે લખાયેલ ગઝલ પુષ્પ ‘પાંગરતી કલમે’ નું વિમોચન શ્રી ‘અમર’પાલનપુરી ના હસ્તે રાખેલ છે.શૂન્ય ના ચાહકો અને ભાવકો તેને માણવાનું ભાવ ભર્યું આમંત્રણ છે.જેના માટે પ્રવેશ પાસ નરેન્દ્રભાઈ જગતાપ[શબ્દ સાધના પરિવાર]પાસેથી મેળવી લેવા જેમનો મો.નં ૯૪૨૯૨૯૦૦૩૩,૯૮૭૯૧૯૮૯૮૨ છે.

Advertisements

4 thoughts on “‘શૂન્ય’ પાલનપુરી ને શ્રદ્ધાંજલી

  1. ભાઈ ‘ઈશ્ક’ પાલનપુરી,

    શબ્દ સાધના પરિવાર ને નેટ વર્લ્ડ ઉપર મૂકવા માટે ખૂબ ખૂબ અભિનંદન. બહુ ઊંચુ કામ તમે આદર્યું છે. આ ઉમદા કાર્યમાં હું કઈ રીતે સહભાગી બની શકું ? મારી ગઝલ મુકવા માટે ધન્યવાદ.

    keep it up & up

    મનહર એમ. મોદી ( ‘મન’ પાલનપુરી)

  2. મનહર ભાઈ ઉર્ફે ‘મન’પાલનપુરી સાહેબ, બસ આમ જ સતત ઉત્સાહ પુરો પાડતા રહેશો,તમારી રચનાઓ થી આપણા બ્લોગ ને હંમેશા દિપાવવા માં મદદ કરતા રહેશો,સમયાંતરે યોગ્ય માર્ગદર્શન આપતા રહેશો.બસ એજ…..
    આપનો આભારી- ‘ઈશ્ક’પાલનપુરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s