રમેશ પારેખ હોવાનો મને વહેમ છે.


રસ્તામાં કોઇ મળી જાય ને પછી પૂછે કે કેમ છે?
તો એને કહું છું ‘રમેશ પારેખ હોવાનો મને વહેમ છે’
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે
મેંય સોનલને ફૂલ દીધું ‘તું
પણ સોનલે સૂંઘ્યા વગર મને એ
પાછું દીધું ‘તું
આમ તો ગઝલનું ગામ મારું
ને શાયરોમાં નામ મારું
તોય લાગે છે કો’ક દી મે
અમરેલીનું પાણી પીધું ‘તુ
રસ્તામાં કોઈ મળી જાયને પછી પૂછે કે હેમખેમ છે
તો એને કહું છું ‘રમેશ પારેખ હોવાનો મને વહેમ છે’
હું ય સીટીનો હીંચકો બનાવી,
છોકરીને કહું છું ‘લે ઝૂલ’
હું ય મારા બાપના ચોપડે,
ચીતરું છું ઘણાય ફૂલ
ને કોઇ છોકરી અમસ્તી આંખ મારે તો,
હું ય થઇ જાઉં છું બે ચાર રંગીન વર્તુળ
રસ્તામાં કોઇ મળી જાયને પછી પૂછે કે ‘ખૂદાની રહેમ છે?’
તો એને કહું છું ‘રમેશ પારેખ હોવાનો મને વહેમ છે’
હું ય છ અક્ષરનું નામ છું ‘શરદ ત્રિવેદી’
હું ય કાંઇ ઓછો નથી,હું ય છું મર્મ ભેદી
લખવા ધારું તો લખી નાંખુ ‘ર.પા.’ની જેમ
પણ તને ખબર છે હું ય છું આળસુ ને એદી
રસ્તામાં કોઈ મળી જાય ને પછી પૂછે કે’કેમ કેમ છે?’
તો એને કહું છું ‘રમેશ પારેખ હોવાનો મને વહેમ છે’
-શરદ ત્રિવેદી

શરદભાઇ એ એમના એક મિત્ર પારસ જ્હા ને એક ગીત સંભળાવવા ફોન કરેલો તો પારસભાઇ એ મીઠી ટકોર કરી કે શું વાત છે શરદભાઇ હમણાં થી ગીત બહુ લખો છો? શરદભાઈ આનાયસે બોલ્યા કે’રમેશ પારેખ હોવાનો મને વહેમ છે’.પારસ જ્હા પણ કવિતા નો જીવ એણે આ પંક્તિ પકડી પાડી ને કહ્યુ શરદ આ રદીફ લઈને એકાદ ગઝલ થઈ જાય.પરંતુ શરદભાઈ ખૂબ અભ્યાસુ માણસ એમણે રમેશ પારેખ ના ખુબ ગમતા કાવ્ય પ્રકાર ગીત માં આ પંક્તિ નો આબેહુબ ઉપયોગ કર્યો છે.
વધુ માં સોનલ,સીટીનો હીંચકો,અમરેલી વગેરે. અજાયબ રીતે ગીતમાં ગૂથ્યા છે.

Advertisements

2 thoughts on “રમેશ પારેખ હોવાનો મને વહેમ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s