સન્માન સૌ આવી ગયા


ઉભરી અને લ્યો આંખમાં મહેમાન સૌ આવી ગયા,
આંસુ બની દર્દો અને અરમાન સૌ આવી ગયા.
છેડી હ્રદયના સાજ ને તોડી હવે જો મૌન ને,
મરકે તમારા હોઠ તો બસ ગાન સૌ આવી ગયા.
ખરતા સમય ને ભેટવા પાછા ફરી હરડાળ પર,
લીલા સજી શણગારને લ્યો પાન સૌ આવી ગયા.
ના ખેવના ઝાંકળ અને ખુશ્બોની છે દિલમાં સનમ,
બસ એક આપે ફૂલ તું ઉધાન સૌ આવી ગયા.
મે આગળી ના ટેરવે ટાંક્યો જરા ટહુકો અને,
જાણે હ્રદયમાં નાચતા કૈ રાન સૌ આવી ગયા.
શું જીંદગી, શું બંદગી તારા પછી આવે બધું,
તું આવકારે આંખથી સન્માન સૌ આવી ગયા.

[છંદઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા]
વર્ષા બારોટ

Advertisements

2 thoughts on “સન્માન સૌ આવી ગયા

  1. શું જીંદગી, શું બંદગી તારા પછી આવે બધું,
    તું આવકારે આંખથી સન્માન સૌ આવી ગયા.

    મને આ શેર વધુ ગમ્યો….
    રચના ખુબજ સરસ છે
    -‘ઈશ્ક’પાલનપુરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s