તો લખુ


ભીતરે     વાંઝણુ   રણ મળે તો લખુ,
ને હરણ ઝાંઝવા ને છળે     તો લખુ.
એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ.
આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે     તો લખુ.
આપણે અર્થને પામવા   ક્યાં હતાં ?
રક્તમાં શ્બ્દ તારા ભળે     તો લખુ.
જિંદગી ઝેર જેવી બની   ગઈ  હવે,
વેદના સર્પ થઈ સળવળે તો લખુ.
‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખુ.

[છંદ વિધાનઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા]
’ઈશ્ક’પાલનપુરી

Advertisements

3 thoughts on “તો લખુ

  1. વાહ!’ઈશ્ક’પાલનપુરી ‘તો લખું’ નહી પણ રોજ લખો.શૂન્ય,સૈફ,ઓજસ પણ તમારી ગઝલ વાંચી વાહ! બોલી ઉઠશે અને કહેશે અમારા જેવો જ ખરો ‘પાલનપુરી’.
    -શરદ ત્રિવેદી

  2. આજ મારી ગઝલ સાંભળી ને પછી,
    દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ.

    khub saras….

    ‘palanpuri” na vaarasa aa rite lakhi ne aagal vadharata raho… 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s