આવશે


નો’તી ખબર કે જીંદગી માં આમ અડચણ આવશે,
સામે કદી ચાલી  અને  દુઃખોનુ  સગપણ  આવશે.
દોસ્તો, યુગો લાગી ગયા એ શોધ માં દિલને અહીં,
એને ખબર શું કે પ્રણય પંથે જ  સમજણ  આવશે
જો શોધ ચાલે દંભ  માં કે  કોણ  જીવે   છે   અહીં,
તો હાથમાં આ આપણા સૌની જ  દરપણ આવશે.
થાશે  નહી  કોઈ  ખુલાસા  તોય   લોકો   જાણશે,
આ આંસુની થાશે કદર,એકાદ એ   ક્ષણ આવશે.
જો જે હશે  તારા  અબોલા  ભાગ્ય  સંગાથે  કદી,
તો લાગશે અઢળક તરસ ને ભાગ્યમાં રણ આવશે.

[છંદ વિધાન ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા]

                              જોષી મેહુલ કુમાર .આઈ

Advertisements

One thought on “આવશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s