College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,
વાતોમાં Time એવો વહી જાય, ક્યાંક ઊતરી પડે અંધારું.
Jeans ને T-shirt નું કરે Matching
એવું મારી એની વચ્ચે થાતું,
Spray ની સુગંધ એવી ફેલાય
ક્યાંક મન Lip stick માં સમાતું.
હળવેકથી Smile એ એવી આપે ને હૈયું ભીજાઈ જતું, પ્યારું !
College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,
Sunday ની રજા ને Hotel નું ભોજન
મારી ખાધેલી Item એને બહુ ભાવે,
Talkies ને Garden મળવાનું સ્થળ
પાછી સપનામાં રોજ એ આવે.
છૂટ્ટા પડીએ ત્યારે Cell phone કેવો સાચવે સગપણ અમારું,
College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Break હું મારું,
College ના બાંકડે !!!!
વાહ વાહ વિજયભાઇ.. સરસ ગુજલીસ કાવ્ય… અચાનક બ્લોગ ખોલ્યો ને જોવા મળી ગયુ…